#વાંચન_પ્રવૃત્તિ
#અંગદનો_પગ
#હરેશ_ધોળકિયા
આમ તો આ પુસ્તક વાંચવાની ઇચ્છા તો કૉલેજના પ્રથમ વર્ષમાં હતી જ્યારે વિશાલ સર આ પુસ્તકનો વર્ગખંડમાં ઉલ્લેખ કરેલ પણ તે ઈચ્છા આજે છેક પુરી થઇ.
કાલે અચાનક જ આ પુસ્તક સાંભરી આવ્યુ અને મિહિરને કઈ મેળવ્યુ એ માટે આભાર... લાગતુ તો એવું હતું કે 2-3 દિવસ થશે આને વાંચવા માટે પણ આ પુસ્તક 'અંગદનો પગ ' એટલુ રસમય છે કે જયાં સુધી છેલ્લા પાનાનુ જાણી ન લ્યો ત્યાં સુધી ચેન ના પડ્યુ. આમ આપણી ભાષામાં કયો તો સખ ના થાય.
માનવી કેટલો મહત્વકાંક્ષી હોય છે અને તે પોતાને આગળ લાવવા કેવા પ્રકારના રસ્તાઓ અપનાવી શકે એ આ પુસ્તકમાં જણાવાયું છે..
આ રહસ્યમય પુસ્તકમાં મહત્વકાંક્ષા અને મહેનત તથા પોતાની સુઝબુઝથી વ્યક્તિ આગળ આવી શકે છે અને પોતામાં રહેલી પ્રતિભાને અનેક રીતે પ્રગટાવી શકે છે .આમ તો આ બુક શિક્ષણ અને શિક્ષક બંને પર આધારિત છે.
હમ તો જ જોવા જઈએ તો આ પુસ્તકની અંદર બે શિક્ષકો છે જ્યોતીન્દ્ર શાહ અને બીજાને કિરણ દવે આ બંને વચ્ચેનો જે તફાવત છે કે બંને પોતાની અલગ અલગ આવડતને કારણે એક પ્રભાવશાળી વ્યક્તિત્વ શિક્ષક તરીકે પ્રગટ કરી શકે છે અને તેમને બંનેને જોડતી કડી છે તેમનો વિદ્યાર્થી કીશોર જે ખૂબ જ હોશિયાર છે.
દવે સાહેબ માત્ર વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી તૈયારીઓ કરવા કહેતા તેમજ અન્ય સાહિત્ય ના વાંચવું એવી સલાહો આપતા જ્યારે જ્યોતીન્દ્ર સાથે વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષાલક્ષી નહીં પરંતુ જીવનલક્ષી અને જીવનમાં એક ઉત્તમ વ્યક્તિત્વ કઈ રીતે બનાવવું તે માટેની પણ તાલીમ આપતા.
દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે એક પ્રતિભાશાળી અને બીજા સામાન્ય લોકો કે જેમની પાસે આવડત ઓછી હોય .તેથી તે હંમેશા જે પ્રતિભાશાળી વ્યક્તિ છે તેમને લીટી ભૂંસીને પોતાની લીટી મોટી કરવા તત્પર રહેતા હોય અને તે માટે તે અનેક કીમિયા ઓ શોધતા હોય છે. આવું બધું માત્ર ઇર્ષાને કારણે થતું હોય છે. આવું જ દવે સાહેબ એ જ્યોતીન્દ્ર શાહ માટે હંમેશા કરતા ને તે પોતે જ્યોતીન્દ્ર શાહ કરતા પણ વધારે પ્રતિભાશાળી છે તેવો દેખાવ કરવા માટે એવી રમતો રમતા અને જ્યોતીન્દ્ર શાહને હંમેશા નીચું દેખાડવા માટેના પ્રયાસો કરતા ,બસ આ એક જ એમને સૌથી મોટી ભૂલ કે તે એટલા મહત્વકાંક્ષી બની ગયા કે તેમને હંમેશા પોતે જ સર્વશ્રેષ્ઠ છે તેવો દેખાવ કરવો જ ગમતો.
જ્યોતીન્દ્ર પોતાના જીવનમાં એક ઉત્તમ વ્યક્તિત્વ દાખવે છે તેઓ શાંત સ્વભાવના અને ખૂબ જ જ્ઞાની એવું વ્યક્તિત્વ છે અને શાળામાં દરેક વિદ્યાર્થીના તે પ્રિય શિક્ષક છે. તેમના માટે ભોગ-વિલાસ કે પૈસો મહત્વનો નથી અને તેઓ પોતાના જીવનકાળ દરમ્યાન રૂપિયા કમાવા માટેની કોઇ પણ પ્રવૃત્તિઓમાં પણ જોડાયા નથી પરંતુ દવે સાહેબ નું વ્યક્તિત્વ જ્યોતીન્દ્ર કરતા તદ્દન અલગ છે તેમને હંમેશા પોતાનો માન અને મોભો વધુ મહત્વનો લાગે છે.
વ્યક્તિને પોતાના સારા અને ખરાબ દરેક કાર્યો હંમેશા યાદ રહેતા હોય છે અને દવે સાહેબ ને પોતાના અંત સમયમાં આ બધા જ એમના ખરાબ કરેલા કાર્યો યાદ આવે છે અને તે માટે તે ખૂબ જ દિલગીરી અનુભવે છે. તેમણે કરેલા એ બધા જ ખરાબ કામોની માફી માંગે છે. અને તે માટે તેઓ એક ડાયરી લખે છે અને જે કિશોરને વાંચવા આપે છે જેમાં તે કન્ફેશન કરે છે.... આગળ જાણવા પુસ્તક જ વાંચવુ રહ્યું.
મહત્વકાંક્ષી બનવુ પણ એવું મહત્વકાંક્ષી નહીં જે આપણને ગેરમાર્ગે દોરી જાય....
Life is too short to be little...
ઘણું ગુઢ જ્ઞાન આ પુસ્તકમાં છે.... મારા વાંચેલ પુસ્તક યાદીમાં આ શ્રેષ્ઠ શ્રેણીમાં સામેલ થયુ છે.