#તિબેટના_ભીતરમાં
#લેખક_હેનરિક_હેરર
લોક ડાઉન દરમિયાન તમે લોકો તો કદાચ તમારા ઘરની બહાર નીકળ્યા પણ મેતો છેક તિબેટ સુધીનો પ્રવાસ કર્યો છે એ પણ સાવ મફત..☺☺હમમ અદભુત હતો આ પ્રવાસ.
આ લોક ડાઉનમાં બીજા પ્રદેશ ફરવા તો શું? ઘરની બહાર પણ ના જવાય ત્યારે આપણને મજા, મનોરંજન અને જ્ઞાન આપનારુ પુસ્તક બને.
મને આ તિબેટના પ્રવાસ કરાવનાર પુસ્તકનું નામ 'તિબેટના ભીતરમાં'. આ સફર લ્હાસા થી થઈને છેક તિબેટની, કહેવાય છે ને કે "પુસ્તક દ્વારા એક પણ ડગલે ભર્યા વગર ની સફર કરી શકાય છે".
આમ તો હમ તો સફર માં ક્યારેક અટકવુ પણ પડે એટલે કદાચ જ્યારે આ મારા પુસ્તકરૂપે વાંચનની સફર શરૂ થઈ એમાં બે દિવસનો વિશ્રામ લેવાયો. આમ તો મને પ્રવાસ વર્ણનો બહુ ઓછા ગમે ,કારણ જાણી કદાચ હસવા જેવું પણ લાગે! કેમ કે ઘરે જ બેઠા બેઠા સ્થળ કે પ્રદેશનુ વર્ણન વાંચવું એના કરતા તે જ સ્થળની પ્રત્યક્ષ મુલાકાતનો અનુભવ કંઇક વધારે આહ્લાદક હોય છે,સાચુને? એટલે એટલે આ વર્ણનો વાંચતી વખતે એવું લાગી આવે કે આની પ્રત્યક્ષ મુલાકાત તો થવી જ જોઈએ લેખક જ્યારે પ્રવાસ નો અનુભવ પોતાના શબ્દોમાં રજુ કરતા હોય અટલે થોડીક ઈર્ષા આવે કે આપણે જઈ નથી શકતા અને ક્યારે મુલાકાતેજવાનુ થાય. કદાચ એ લોકોને પ્રવાસ કરવો ખુબ જ ગમતો હોય નવું નવું જાણવું ગમતું હોય જોવું ગમતું હોય એવા લોકો માટે આવી ઈર્ષા કદાચ સ્વાભાવિક કહેવાય.(મારા મતે) પણ એ બધુ એકબાજુ મુકી સફર તો શરૂ થઈ ભાઈ !.
લેખક ની સફર તો ડુંગરખેડૂ તરીકે હિમાલય સર કરવાની હતી. પણ પેલુ કહેવાય ને સારા કામમાં વિઘ્નો બહુ આવે! એટલે સૈનિકોની દ્રારા પકડાયા ને ભાગ્યા પણ. તિબેટ સુધીના સફરમાં કેટલાક નવા પ્રદેશોની મુલાકાત તેમને થઈ અને ત્યાંના ખાનપાન ,રીતરિવાજો પહેરવેશ વગેરેનું વર્ણન તેમણે આ પુસ્તકમાં કરેલું છે.વચ્ચે આવતા ગામમા વસતિ ખુબ ઓછી જોવા મળે. જેથી તે પ્રદેશની સંસ્કૃતિ વિશેનુ જ્ઞાન આપણને પણ પ્રાપ્ત થાય.એમ કરતા તેઓ તિબેટ પહોચ્યાં.
ત્યાં તેઓ પરદેશી હોવા છતા તેમના માટે ઘણી સગવડો ત્યાંનાં સ્થાનિકો તથા રાજા દ્રારા કરવામાં આવી.
તેમણે ખુબ જ તકલીફો વેઠી ડુંગર ને નદીઓ પાર કરી તિબેટ સુધીની મજલ કાપી હતી. તેમણે ત્યાં સુખી સાત વર્ષો સુધી નિવાસ કર્યો. લેખક હેનરિક હેરર સાથે તેમના મિત્ર પીટર પણ હતા.તે બંનેને તેમની આવડત અને સુઝબુજ થી કામ પણ મળી રેહતુ એટલે આવક પણ થઈ જતી. તેમના મત અને સલાહ માટે લોકો તેમની પાસે આવતા. અહિંસા ના ગુણ ત્યાગી પ્રજામા હતા. તેઓ બૌદ્ધ ધર્મ પાળતા.
1950-51 મા ચીન દ્વારા ત્યાં આક્રમણ થયુ ને તે બંને એ એક વતન છોડી વતન પાછા ફરવાનુ નક્કી કર્યું. એ નિર્ણય પણ તેઓના માટે સરળ નહતો પણ છતા તેમને તે જ ઠીક લાગ્યુ એટલે હેરર તો ભારત થઈને વતન પરત ફર્યા પણ પીટરે માત્ર સામાન જ મોકલ્યો હતો તેમણે થોડા સમય માટે હજુ ત્યાં રહેવુ હતુ જે પછી કાયમનો નિર્ણય બન્યો . પીટર તે સ્થળ ને તેની આજુબાજુના સ્થળ ફરતોને તે કીરોંગમા રહેવા ગયેલો હતો અને જીવિત હતો એવા સમાચાર પત્ર દ્વારા લેખકને મળ્યા હતા.ને લેખક વતનમાં.
આમ આ જાત્રા, યાત્રા કે સફર ક્યો તો એ, તેનો અંત આવ્યો.
આ જે કીરોંગ જે ગામનુ નામ છે તેનો અર્થ 'સુખી ગામ' એવો થાય છે. આપણે પણ જો ગામ થી માંડીને વિશ્ચને સુખી બનાવવા હાલ ઘરે જ રહેવુ.
વસુધૈવ કુટુંબકમ
Well done, good work, 👍 very nice dear 👌
ReplyDelete