#DS_discussion
#કળશ_દિવ્ય_ભાસ્કર
In our department we don't study just the syllabus text but we also discuss other text, movie and Gujarati, Hindi literature as well. One or two days before Dilip Barad sir took one booked name Banaras Dairy which is written by Harish Minashru.
In Today's news paper I read news about it. Because it's won The Sahitya academy award. Here you can read one of poem from this book.
આ તરફ કાશીવિશ્વનાથ
ઓ તરફ સારનાથ
ચારે તરફ ફેલાયેલા નાથસંપ્રદાયના પરિઘની બહાર ઊભો છું
હું અનાથ
અચાનક આવીને મને નાથી લે છે કબીર...
પુસ્તકમાં કબીર સતત આવ - જા કરતા રહે છે . એક કવિતામાં કવિને જન્મદિવસની શુભેચ્છા આપવા કબીર છસો પ્રકાશવર્ષનું અંતર કાપીને પધારે છે . પછી ?
મેં કેક પર મીણબત્તી મૂકી , સળગાવીને ફૂંક મારીને હોલવી નાખી .
ચાકુથી કેક કાપી , તાળીઓ પણ મેં જ પાડી
હરખના માર્યામેં કબીરની સામે જોયું
તો એમના ચહેરા પર
આનંદની વ્યંજનામાં પરિપક્વ વિષાદ હતોઃ
તું તોતિમિરની ભલામણ કરે છે ,
ક્ષુધા અને આયુધનો સરવાળો કરે છે ને
કાપાકાપી અને ઓગાળવાનો અર્થ રચે છે ,
હજુ મરઘી ને ઇડાની પ્રહેલિકાતો પૂરેપૂરી ઊકલતી નથી ને
આમે મોટે ઉપાડે ઉજવણી કરવા મંડી પડયો , જનમદિનની ?
હોલવાનું કપાવું ને ખાવું - એ બધું તારી જાતને લાગુ પાડ તો ખરો
હું ભોંઠો પડી ગયોઃ તો આટલું અંતર કાપીને
શા માટે આવેલા , સાહેબ , ખાસ મારા જનમદિને ... ?તારી દૂંટીની નાળ કાપવાઃ કબીરે કહ્યુઃ ગળથૂથી ચટાડવા ને સત્વરે શ્રીફળ બાંધવા , બાલાવરની પાલખીએ.
જો આ દોણી , આજે તારાથી કરવાની છે બોણી .
એ ક્ષણે મેં જોયું તો છસો પ્રકાશવર્ષો
મારા પગના અંગૂઠેથી ઉપર ચઢી રહ્યાં હતાં
ને પગનાં હાડકામાં કબરની સનાતન ગંધ બેસી ગઈ'તી ને હું બની ગયો હતો
યાયાવરીની વ્યંજનામાં પરિવપક્વ
વિષાદ અને આનંદની આંખોવાળો એકાકી માણસ
ને સ્થળમાત્ર હવે બનારસ .
મને બે મેટાફર સમજતાં નથીઃ
શરીરની ભાષા અને ભાષાનું શરીર
એટલે ૨ઝળતો રહું છું...
Thank you...
Give your suggestions and comment...
No comments:
Post a Comment